નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ શુક્રવારે દેશમાં વધતી અસહિષ્ણુતા અને માનવાધિકારોના હનન તથા દેશનું મોટાભાગનું ધન અમીરોના ખિસ્સામાં જવાથી ગરીબો વચ્ચે વધતી ખાઈ પર ચિંતા વ્યક્ત કરી. પ્રણવ મુખરજી અહીં એક સંમેલનના ઉદ્ધાટન પર બોલી રહ્યાં હતાં. 'શાંતિ, સદભાવ વ પ્રસન્નતા કી ઔર: સંક્રમણ સે પરિવર્તન' વિષય પર આયોજિત આ બે દિવસના રાષ્ટ્રીય સંમેલનનું આયોજનનું આયોજન પ્રણવ મુખરજી ફાઉન્ડેશન અને સેન્ટર ફોર રિસર્ચ ફોર રૂરલ એન્ડ ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રણવ મુખરજીએ કહ્યું કે "જે દેશે દુનિયાને વસુધૈવ કુટુમ્બકમ અને સહિષ્ણુતાની સાંસ્કૃતિક સભ્યતા, સ્વીકાર્યતા અને ક્ષમાની અવધારણા પ્રદાન કરી, ત્યાં હવે વધતી અસહિષ્ણુતા, ગુસ્સાના ભાવ તથા માનવાધિકારોના અતિક્રમણના અહેવાલો આવી રહ્યાં છે." તેમણે કહ્યું કે "જ્યારે રાષ્ટ્ર બહુલવાદ અને સહિષ્ણુતાનું સ્વાગત કરે છે અને વિભિન્ન સમુદાયોમાં સદ્ભાવને પ્રોત્સાહન આપે છે, આપણે નફરતના ઝેરને સાફ કરીએ છીએ અને પોતાના દૈનિક જીવનમાં ઈર્ષા અને આક્રમકતાને દૂર કરીએ છીએ ત્યારે ત્યાં શાંતિ અને ભાઈચારાની ભાવના આવે છે."


તેમણે કહ્યું કે "જે દેશ પોતાના નાગરિકો માટે મૂળભૂત સુવિધાઓ તથા સંસાધન સુનિશ્ચિત કરે છે, વધુ સુરક્ષા આપે છે, સ્વાયત્તા પ્રદાન કરે છે અને લોકોની સૂચનાઓ સુધી પહોંચ હોય છે, તે દેશમાં વધુ ખુશહાલી હોય છે. જ્યાં વ્યક્તિગત સુરક્ષાની ગેરંટી હોય છે અને લોકતંત્ર સુરક્ષિત હોય છે ત્યાં લોકો વધુ ખુશ રહે છે."


મુખરજીએ કહ્યું કે આર્થિક દશાઓની પરવા કર્યા વગર લોકો શાંતિના વાતાવરણમાં ખુશ રહે છે. આંકડાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે જો આ આંકડાઓની ઉપેક્ષા કરવામાં આવશે તો પ્રગતિશીલ અર્થવ્યવસ્થામાં પણ આપણી ખુશીઓ ઓછી થઈ જશે. આપણે વિકાસની પેટર્ન પર જલદી ધ્યાન આપવાની જરૂર છે. 


ગુરુનાનક દેવની 549 જયંતી પર તેમને શ્રદ્ધાસુમન અપર્ણ કરતા મુખરજીએ કહ્યું કે આજે તેમના શાંતિ અને એક્તાના સંદેશને યાદ કરવો જરૂરી છે. તેમણે ચાણક્યની સૂક્તિને યાદ કરતા કહ્યું કે પ્રાજની ખુશીમાં જ રાજાની ખુશી રહેલી હોય છે. તેમણે કહ્યું કે ઋગ્વેદમાં કહેવામાં આવ્યું છે કે આપણા વચ્ચે એક્તા હોય, સ્વરમાં સંસક્તિ અને સોચમાં સમતા હોય. 


પ્રણવ મુખરજીએ સવાલ કર્યો કે શું બંધારણની પ્રસ્તાવનાનો અમલ થઈ રહ્યો છે જે સામાજિક-આર્થિક, અને રાજનીતિક ન્યાય, અભિવ્યક્તિની આઝાદી અને ચિંતન, દરજ્જા તથા અવસરની સમાનતાની ગેરંટી આપે છે. તેમણે કહ્યું કે આમ આદમીની પ્રસન્નતાની રેંકિંગમાં ભારત 113માં સ્થાને છે. જ્યારે ભૂખ્યાઓના સૂચકઆંકમાં ભારતનો ક્રમ 119મો છે. આ જ પ્રકારની સ્થિતિ કુપોષણ, આત્મહત્યા, અસમાનતા અને આર્થિક સ્વતંત્રતાના રેટિંગની છે. 


(ઈનપુટ-એજન્સી)